ગુજરાતની મહિલાને અભય બનાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઈન સેન્ટરની માહિતી અને માર્ગદર્શન સેમિનાર
August 31, 2024 2024-08-31 3:56ગુજરાતની મહિલાને અભય બનાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઈન સેન્ટરની માહિતી અને માર્ગદર્શન સેમિનાર
ગુજરાતની મહિલાને અભય બનાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઈન સેન્ટરની માહિતી અને માર્ગદર્શન સેમિનાર
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજનાં પ્રાંગણમાં આ રોજ ‘અભયમ્’ સરકારશ્રીની સેવા દ્વારા ચાલતી ૧૮૧ ની માહિતી માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન યોજાયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈ વરસાણીએ ‘અભયમ્ ની ૧૮૧’ સેવાઓને બિરદાવતાં સરકારી યોજનાઓ નો લાભ લેવા દિકરીઓને જાગૃત થવા અનુરોધ કર્યો હતો. ‘ અભયમ્’ માંથી મનીષાબેન પ્રજાપતિ અને ઉજાલાબેન સોલંકી ડેમોસ્ટ્રેશન બતાવી દિકરીઓને મહિલા હેલ્પલાઈન ની સેવાઓ તથા ફોન પર માર્ગદર્શન અને સલાહ સૂચન તેમજ હિંસાજેવા બનાવોમાં તાત્કાલિક બચાવ કેવી રીતે થઈ શકે અને મહિલાલક્ષી માળખાઓ અને યોજનાઓની માહિતી પોતાના વિસ્તારની અને ગામની બહેનો સુધી પહોંચાડવા સૂચન કર્યું હતું.
કોલેજની ૯૦૦ જેટલી બહોળી સંસ્થામાં ઉપસ્થિત સેમિસ્ટર ૧,૩, ૫ બી.એ, બી.કોમ, બી.સી.એ, બી.એસ ની વિદ્યાર્થિની ઓ માંથી મકવાણા પુરપાએ પોતાનો અભિપ્રાય આપી ‘ અભયમ્’ સેવા ને પોતાના વિસ્તારની બહેનો સુધી પહોંચાડવાની સર્વે વિદ્યાર્થિનીઓ વતીથી ખાત્રી આપી હતી. કોલેજનાં ૩૦ જેટલા અધ્યાપક બહેનો તથા કોલેજનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો. આચાર્યશ્રી તથા અધ્યાપક બહેનોએ વ્યવસ્થા સંભાળી હતી.



