Musical Morning 2024
August 31, 2024 2024-08-31 3:46Musical Morning 2024
તા.૦૬/૦૭/૨૦૨૪ ના રોજ, શ્રી મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે સંસ્થાનાં મેને.ટ્રસ્ટીશ્રી અને જાણીતા સંગીતકાર શ્રી કિર્તિ વરસાણી ના માર્ગદર્શન હેઠળ મ્યુઝીકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવેલ. જમાં સંસ્થાનાં ટ્રસ્ટીશ્રીઓ તથા કચ્છયુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરશ્રી મોહનભાઈ પટેલ દ્રારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં મોભી શ્રી જાદવજીભાઈ વરસાણીએ વાઈસ ચાન્સેલરશ્રી મોહનભાઈ પટેલશ્રીનું અભિવાદન કર્યું હતું. શ્રી મોહનભાઈ પટેલે કાર્યક્રમના આયોજન માટે મેનેજીંગ ટ્રસ્ટી તથા સમગ્ર કોલેજની કરી હતી. ભારતનાં નામાંકિત કલાકારો, કોલેજનાં અધ્યાપક બહેનો તથા વિર્ધાર્થીનીઓ દ્રારા શ્રી કિર્તિ વરસાણીનાં મ્યુઝીક ડિરેકશને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રી કાંતાબેન વેકરીયાએ આભાર વિધી કરી હતી.








