હેલ્થ અવેરનેસ
September 2, 2024 2024-09-02 3:11હેલ્થ અવેરનેસ
તા. ૩/૪/૨૦૨૪ નાં રોજ શ્રી મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે હેલ્થ અવેરનેશ સિરીઝ – ૦૩નું આયોજન કરવામાં આવેલું. આ હેલ્થ અવેરનેસ કાર્યક્રમમાં જાણીતી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટર્સ દ્રારા સ્વસ્થ રહેવા માટેની ટીપ્સ આપી જાણકારી અપાઈ હતી.કાર્યક્રમનાં આરંભમાં સંસ્થાનાં મેને.ટ્રસ્ટી શ્રી કિર્તીભાઈ વરસાણીએ પધારેલ ડોકટર્સનું અભિવાદન કર્યું હતું. અને પ્રાસંગિક ઉદબોધન કરી શારિરીક તંદુરસ્તી જાળવવા શુધ્ધ – સાત્વિક ખોરાકની સાથે કોલેજની જીમનો ઉપયોગ કરવાનું સૂચવ્યું હતું કે કે પટેલ હોસ્પિટલનાં કેન્સર નિષ્ણાંત અને રેડિએશન ઓન્કોલોજીસ્ટ ડૉ.તસ્નીમ નલાવાલાએ કેન્સર થવાનાં કારણો અને સાવચેતીનાં પગલાં વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. એમ.એમ.પી.જે હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપતા ડૉ.સારીકા ધોળકીયા એ મેન્સ્ટ્રુઅલ હાઈજીન પર વકતવ્ય આપીને વિદ્યાર્થિનીઓને સમજ આપી હતી. સ્વામિનારાયણ હોસ્પિટલનાં ડાયાબિટોલોજીસ્ટ ડૉ.નિનાદ ગોર વિદ્યાર્થિઓને પોતાની જાતને ડાયટમાં સુધારો લાવીને કઈ રીત તન અને મનથી તંદુરસ્ત જીવન જીવવું એ વિષય પર પ્રકાશ પાડીને હેલ્થ કોન્શસોયસ થવા સૂચન આપ્યું. કાર્યક્રમનાં અંતે વિદ્યાર્થિનીઓએ પ્રશ્નો કરો પોતાની મૂંઝવણ રજૂ કરી હતી. જાણીતા ડૉકટરશ્રીઓએ ઉત્તર આપી વિદ્યાર્થિનીઓને માહિતગાર કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રૂચિ ગારએ સંભાળ્યું હતું. કોલેજના આચાર્ય તથા અધ્યાપકોએ વ્યવસ્થા સભાળી હતી.



