કુદરતી આપત્તિઓ સમયે સ્વરક્ષણ અને સ્વબચાવ
September 10, 2024 2024-09-10 3:02કુદરતી આપત્તિઓ સમયે સ્વરક્ષણ અને સ્વબચાવ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજનાં પ્રાંગણમાં તા. ૦૪/૦૯/૨૦૨૪ ના રોજ પશ્ચિમ કચ્છ-ભુજ, સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ” કુદરતી આપત્તિઓ સમયે ‘સ્વરક્ષણ અને સ્વબચાવ’ વિષય પર ભુજની જુદી જુદી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર યોજાયું હતું. આ પ્રસંગે કોલેજનાં મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈ વરસાણી તેમજ મુખ્ય અતિથિ તરીકે સુરક્ષા સેતુના નાંડેલ અધિકારીશ્રી અને મુખ્ય મથક – ભુજના ડી.વાય.એસ.પી શ્રી એ.આર.ઝનકાત સાહેબશ્રી દ્રારા દીપ પ્રાગ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાયો હતો. ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી હિતેશભાઈ પોપટાણીએ ” ડિઝાસ્ટર ” એટલે શું? તે અંગે વાત કરી હતી. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી શ્રી મીરાંબેન સાવલિયાએ બી ફોર ડિઝાસ્ટર, ડયુરિંગ ડિઝાસ્ટર અને આફટર ડિઝાસ્ટર વખતે કઈ કઈ સાવચેતી રાખવી તે અંગે વાત કરી હતી.ડી.વાય.એસ.પી શ્રી એ.આર.ઝનકાત સાહેબશ્રીએ યુવાનોમાં જોવા મળતા ” સ્ક્રીન ડિઝીઝ” વિષય પર વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક ઝરણાબેન પંડયા કર્યું હતું. તથા આભાર વિધિ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈ વરસાણી કરી હતી. સમગ્ર વ્યવસ્થા કોલેજનાં અધ્યાપક બહેનોએ સંભાળી હતી.







