News and Blog

દિકરીઓનું જીવન ઘડતર અને સમાજમાં દિકરીઓની ભુમિકા

Uncategorized

દિકરીઓનું જીવન ઘડતર અને સમાજમાં દિકરીઓની ભુમિકા

શ્રી મુકતજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ, કોમર્સ અને બી.સી.એ કોલેજમાં દિકરીઓનું જીવન ઘડતર અને સમાજમાં દિકરીઓની ભુમિકા વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનાં આરંભે નીતાબેન ચૌધરી (PSI)ભુજ મહિલા પોલીસ સ્ટેશનએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી વિદ્યાર્થિનીઓને છેતરાઈ ન જવા શીખ આપી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈ વરસાણીએ મહેમાનોને આવકાર આપી આજનાં યુગનાં પ્રગતીશીલ સમાજમાં દિકરીઓને કઈ ભૂમિકાએ રહેવું એ અંગે માર્ગદર્શન આપી વધતાં જતાં સાઈબર. ક્રાઈમ માટે સર્તક રહેવું જોઈએ. અને સંવેદના સભર સંબંધો બનાવી કૌટુંમ્બિક ભાવના કેળવવા જણાવ્યું હતું. હેડ કોસ્ટેબલ શ્રી મનોજભાઈ મંગરીઆએ સાઈબર ક્રાઈમ થી કઈ રીતે બચવું એ માટે પાવર પોઈન્ટ પ્રેજન્ટેશન દ્રારા વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી માનનીય એ.આર.ઝનકાત સાહેબશ્રી, (DYSP) ના.પો અધિકારીશ્રી મુખ્ય મથક અને નોડેલ અધિકારી શ્રી સુરક્ષા સેતુ સોસાયટી, વર્જિનીયા વુલ્ફના સમયની સ્ત્રીની ભુમિકા અને છેલ્લા ૬૦૦ વર્ષમાં સ્ત્રી કઈ ભુમિકાએ રહી છે. એનો ચિતાર પોતાની રસવાહી શૈલીમાં આપ્યો હતો. મહાદેવી વર્મા જેવા સ્ત્રી લેખિકાઓનાં ઉદાહરણો ટાંકી દિકરીઓને જયારે બધી જ ભૌતિક સુખ – સગવળતાઓ અને સ્વતંત્રતા મળી છે. ત્યારે બહેનોએ એની જાળવણી કરી સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ જાળવી રાખવું જોઈએ. એવું જણાંવતા આ સંસ્થાની દિકરીઓ ઘણી જ સદ્દનસીબ છે. કે શિક્ષણની સાથે જીવન ઘડતર નાં પાઠ શીખવાની ચિંતા ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈ કરે છે. અને આવા સેમિનારોનું આયોજન કરે છે. તે માટે ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈનો ખાસ આભાર માન્યો હતો.આભાર વિધિ આચાર્યા હિનાબેન ગંગરે અને સમગ્ર વ્યવસ્થા કોલેજનાં અધ્યાપક બહેનોએ સંભાળી હતી.

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *

Popular Tags