શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજની વિદ્યાર્થીનીએ મેરેથોન માં દ્વિતીય ક્રમાંક મેળવ્યો
September 23, 2024 2024-09-23 2:58શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજની વિદ્યાર્થીનીએ મેરેથોન માં દ્વિતીય ક્રમાંક મેળવ્યો
શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજની વિદ્યાર્થીનીએ મેરેથોન માં દ્વિતીય ક્રમાંક મેળવ્યો

20/9/2024 ના રોજ ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સવારે 7:30 કલાકે કચ્છ યુનિવર્સિટી થી એરોપ્લેન સર્કલ થઈ પરત કચ્છ યુનિવર્સિટી સુધીની એઇડ્સ જાગૃતિ માટે રેડ રન મેરેથોન દોડનું આયોજન થયેલ હતું. કચ્છ યુનિવર્સિટીની જુદી જુદી કોલેજનાં 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા . તેમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજની 55 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો .
હાલે કોલેજના તૃતીય વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગાગલ માનસી મેરેથોનમાં દ્વિતીય ક્રમે આવેલ હતી. ડિસેમ્બર મહિનામાં યોજાનાર નેશનલ લેવલની નેશનલ મેરેથોન માં ફરી પ્રતિનિધિત્વ કરશે .
આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણીએ માનસીને શુભેચ્છા સહ નેશનલ લેવલ પર સફળ થવા પ્રોત્સાહન આપ્યું હતું. આ સાથે કોલેજના આચાર્યાશ્રી તેમજ સમગ્ર કોલેજ પરિવારે પણ શુભેચ્છા પાઠવી હતી.માનસીએ આર્મીની લેખિત પરીક્ષા આપી છે અને હાલમાં ફિઝીકલ પરીક્ષાની તૈયારી કરી રહી છે .