શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ માધાપર આયોજીત ત્રીજા નોરતે શ્રી મુક્તજીવન મહિલા કોલેજની દીકરીઓએ આદ્ય શક્તિની આરાધના કરી
October 9, 2024 2024-10-09 3:58શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ માધાપર આયોજીત ત્રીજા નોરતે શ્રી મુક્તજીવન મહિલા કોલેજની દીકરીઓએ આદ્ય શક્તિની આરાધના કરી
શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ માધાપર આયોજીત ત્રીજા નોરતે શ્રી મુક્તજીવન મહિલા કોલેજની દીકરીઓએ આદ્ય શક્તિની આરાધના કરી
સંસ્થાના ટ્રસ્ટી, જાણીતા મ્યુઝિક કમ્પોઝર અને ફાઇનાન્સીયલ એડવાઈઝર શ્રી કીર્તિભાઈ વરસાણીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રોફેસર વૈશાલીબેન જેઠી તથા ઝરનાં બેન પંડ્યા ની અથાગ મહેનત અને પ્રયત્નોથી કોલેજની 39 જેટલી દીકરીઓ એ ત્રણ જુદાં જુદાં ગરબા રજૂ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગરબી મંડળના શ્રી અરજણભાઈ, મહેશભાઈ, નારણભાઈ સહિતનાં સૌ આયોજકો એ સંસ્થાનો તથા દીકરીઓનો આભાર માન્યો હતો. નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આ પ્રસંગે દીકરીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.




