જિલ્લા કક્ષાનાં યુવા મહોત્સવમાં મહિલા કોલેજની દિકરીઓની જીત
October 11, 2024 2024-10-14 2:47જિલ્લા કક્ષાનાં યુવા મહોત્સવમાં મહિલા કોલેજની દિકરીઓની જીત
જિલ્લા રમતગમત અને સાંસ્કૃતિક કચેરી ભુજ દ્રારા તાજેતરમાં જિલ્લા કક્ષાનો યુવા મહોત્સવ ઓલ્ફ્રેડ હાઈસ્કુલ ભુજ ખાતે યોજાયું. આ યુવા મહોત્સવમાં કચ્છ જિલ્લાનાં દરેક તાલુકામાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ભાઈ-બહેનોએ ભાગ લીધેલ. જેમાં ‘અ’ વિભાગમાં ૯ (નવ), ‘બ’ વિભાગમાં ૧૨ (બાર), ખુલ્લા વિભાગમાં ૧૨ (બાર) જેટલી વિવિધ સ્પર્ધાઓ યો જાઈ જેમાં શ્રી મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌવત દર્શાવ્યું. જેમાં વિભાગમાં ‘અ’ માંથી હળવું કંઠયમાં રબારી નાથી (પ્રથમ ક્રમાંક) શાસ્ત્રીય કંઠયમાં વેગડ ધ્યાની (પ્રથમ ક્રમાંક) એકપાત્રીય અભિનયમાં જોષી વિશ્વા (દ્રિતીય ક્રમાંક) તથા ભરતનાટયમૂમાં ગોરસિયા જીવા (દ્રિતીય ક્રમાંક) મેળવેલ. વિભાગમાં ‘બ’ માંથી વકતૃત્વમાં મકવાણા પુરપા (પ્રથમ ક્રમાંક) તેમજ ખુલ્લા વિભાગ માંથી લોકવાર્તામાં મકવાણા પુરપા (પ્રથમ ક્રમાંક) એકાંકીમાં જોષી વિશ્વા, ગઢવી નંદની, પરમાર કિંજલ, શાહ પ્રતિક્ષા, શેઠ દિયા, સોનપાર વિધિ, તન્ના વિધિ, ડવ વિધિ, ત્રિવેદી યવી (પ્રથમ ક્રમાંક) લોકગોત માં બરાડિયા શાન્તિ (તૃતીય ક્રમાંક) મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ સાથે કચ્છીયત ફાઉન્ડેશન માંથી સમૂહગીતમાં (પ્રથમ ક્રમાંક) મેળવી વિદ્યાર્થિનીઓએ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. વિજેતા દિકરીઓને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્ય સ્વામીશ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યાં હતા. સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા મ્યુઝીક કમ્પોઝર શ્રી કીર્તિભાઈ વરસાણી તથા મેનેજમેન્ટ સમિતિએ વિદ્યાર્થિનીઓન શુભેચ્છાઓ આપી. વધુને વધુ પ્રગતિ કરો અને સંસ્થાનું નામ રોશન કરો એવી આશા વ્યકત કરી હતી. કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ.હિનાબેન ગગર, કલ્ચર કોર્ડિનેટર વિધિબેન ગોર, મ્યુઝીક ટીચર સુમનબેન પટેલ, ટીમ મેનેજર વૈશાલીબેન શાહ, સિમીબેન કંસારા અને વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપનાર ડૉ.રૂચીબેન ગોર, ઝરણાબેન પંડયા, વૈશાલીબેન જેઠીને આ સ્પધાના યશભાગી ગણાવ્યાં હતા.
