ઉત્તર ગુજરાત ઝોન પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ 2024
November 27, 2024 2024-11-27 5:24ઉત્તર ગુજરાત ઝોન પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ 2024
ઉત્તર ગુજરાત ઝોન પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ 2024 ની સ્પર્ધા નું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવેલ. આ યુવા ઉત્સવમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધેલ. જેમાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ,ભુજ ની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધામાં પોતાનું કૌવત દર્શાવ્યું. તેમાંથી ‘અ’ વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં વેગડ ધ્યાની(દ્વિતીય ક્રમાંક), હળવું કંઠ્ય સંગીતમાં રબારી નાથીબેન (તૃતીય ક્રમાંક), ‘બ’ વિભાગ માં વક્તૃત્વમાં મકવાણા પુરપા ( પ્રથમ ક્રમાંક), વિભાગ ખુલ્લોમાં લોકવાર્તામાં મકવાણા પુરપા (તૃતીય ક્રમાંક) મેળવેલ. આ સાથે કચ્છીયત ફાઉન્ડેશન માંથી ખુલ્લા વિભાગમાં સમૂહગીતમાં (દ્વિતીય ક્રમાંક) મેળવી સંસ્થા નું નામ રોશન કર્યું છે. વિજેતા દીકરીઓને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી એ આશીર્વાદ પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીશ્રી અને જાણીતા મ્યુઝીક કમ્પોઝર શ્રી કિર્તીભાઈ વરસાણી તથા મેનેજમેન્ટ સમિતિએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો.હીનાબેન ગંગર, કલ્ચર કોઓર્ડીનેટર વિધિ બેન ગોર, મ્યુઝિક ટીચર સુમનબેન પટેલ તેમજ વૈશાલીબેન જેઠીએ વિદ્યાર્થીનીઓ ને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હવે આ વિદ્યાર્થીનીઓ સ્ટેટ લેવલ પર કૉલેજ નું પ્રતિનિધિત્વ કરશે.