વાંચન દ્વારા વિચારોની અભિવ્યક્તિનું ઘડતર થાય છે
December 23, 2024 2024-12-23 2:57વાંચન દ્વારા વિચારોની અભિવ્યક્તિનું ઘડતર થાય છે
તારીખ 17/12/24 ના રોજ ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલોપમેન્ટ તથા કચ્છમિત્ર ના સંયુક્ત ઉપક્રમે શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ કોમર્સ એન્ડ બીસીએ કોલેજમાં ભાવક મૂલ્યાંકન કાર્યક્રમનું આયોજન ગોઠવાયું હતું.
કાર્યક્રમમાં કોલેજની 10 વિદ્યાર્થીનીઓએ જુદા જુદા પુસ્તકોની સમીક્ષા કરી હતી.જે પૈકી મકવાણા પુરપા( લજ્જા સંન્યાલ), ગઢવી નંદિની - (લક્ષ્મણ ની અગ્નિ પરીક્ષા), સોની હેત્વી (મેઘલી રાતે), માલા નીધી- (વળામણા), ચાવડા ઉર્વશી-(મને વરસાદ ભીંજવે), સોઢા હિનાબા-(સાત પગલાં આકાશમાં), રાઠોડ લક્ષ્મી - (ક્યાં ગઈ એ છોકરી), ભટ્ટ દિશા -(પરિણીતા), ભટ્ટ દિયા-(આંગળિયાત), ચાવડા વનિતાબા-(કાન્ધનો હક્ક) પુસ્તકોની ભાવવાહી અભિવ્યક્તિ કરી હતી.
આ પ્રસંગે રસનિધિભાઈ અંતાણીએ વિદ્યાર્થીનીઓને સંબોધીને કહ્યું હતું કે વાંચન દ્વારા વિચારોનું ઘડતર થાય છે તેથી જીવનમાં વાંચનનું ખૂબ મહત્વનું છે. તેથી જ ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલોપમેન્ટ વર્ષોથી યુવાનોને વાંચન તરફ વાળવા માટે સતત પ્રયત્નશીલ રહે છે
કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર શ્રી કીર્તિભાઈ વરસાણીએ વિદ્યાર્થીનીઓને આવા કાર્યક્રમમાં ખાસ ભાગ લઈ આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું.
કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડો.હીનાબેન ગંગરે જહેમત ઉઠાવી હતી. સંચાલન પ્રો.વૈશાલી શાહે અને આભાર વિધિ ડૉ.રૂચીબેન ગોરે કરી હતી. કૉલેજના અધ્યાપક બહેનોએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.

