ભુજ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ 2024-25 ની પ્રથમ કબડ્ડી ટુર્નામેન્ટ
January 8, 2025 2025-01-08 15:22ભુજ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ 2024-25 ની પ્રથમ કબડ્ડી ટુર્નામેન્ટ
ભુજ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ 2024-25 ની પ્રથમ કબડ્ડી ટુર્નામેન્ટની શરૂઆત મુક્તજીવન સ્વામીબાપા મહિલા કૉલેજથી થઈ હતી. હરીફાઈ નો આરંભ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કિર્તીભાઈ વરસાણીએ તેમજ કચ્છ જિલ્લાના રમતગમત અધિકારી શ્રી એમ.એલ.ઘોયાએ કર્યો હતો. આ પ્રસંગે તેમણે રમતમાં ખેલદિલીની ભાવના રાખવાનો અનુરોધ કર્યો હતો.
ભુજ તાલુકાની કબડ્ડી હરીફાઈની ઓપન કેટેગરીમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કૉલેજની ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
કૉલેજના પી.ટી.આઈ. નંદીનીબેન પીંડોરીયા તેમજ રૂચીબેન કેરાઈએ ટુર્નામેન્ટ માટે જહેમત ઉઠાવી હતી.
