Garba Workshop
September 2, 2024 2024-09-02 3:15Garba Workshop
તા. ૨૪ : મુક્તજીવન સ્વામીબાપા મહિલા કૉલેજમાં નવરાત્રિ ઉત્સવની તૈયારી અંતર્ગત ગરબા વર્કશોપનું આયોજન કરાયું, જેમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો. કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી કીર્તિ વરસાણીના માર્ગદર્શન હેઠળ ૨ દિવસના ગરબા વર્કશોપમાં અપ્સરા ડાન્સ એકેડમીના વૈશાલી જેઠીએ ગરબા ડાન્સ – ઝુમ્બાના વિવિધ પ્રકારના ‘સ્ટેપ શીખડાવ્યા હતા. ઈશા જેઠી , મૈત્રી જેઠીની ટીમ સાથે જોડાઈ હતી. વર્કશોપના અંતે કીર્તીભાઈ વરસાણી દ્વારા વૈશાલીબેન જેઠીનું સન્માન કરાયું હતું. આચાર્ય હિનાબેન ગંગરે અભિવાદન કર્યું હતું.કિર્તીભાઈ વરસાણીએ જણાવેલ કે નવરાત્રિ ઉત્સવ કચ્છમાં ઉત્સાહ-ઉલ્લાસ-ઉમંગથી ઉજવાય છે. ત્યારે મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ નવા – સ્ટેપ્સ સાથે પોતાનું કોશલ્ય બનાવી નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. મહિલા કોલેજના આચાર્ય હિનાબેન ગંગરે મહિલા કોલેજમાં અભ્યાસ કરતી બહેનો ગરબાના તાલે નવરાત્રીમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે વર્કશોપનું આયોજન કરાયું હતું.



