19 માં યુથ ફેસ્ટીવલની પૂર્વતૈયારી
September 13, 2024 2024-09-18 12:3419 માં યુથ ફેસ્ટીવલની પૂર્વતૈયારી
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા ક્ચ્છ યુનિવર્સિટી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કૉલેજના સંયુકત ઉપક્રમે આયોજીત યુથ ફેસ્ટિવલ આગામી 26/27 સપ્ટેમ્બર 2024 ના રોજ ક્ચ્છ યુનિવર્સિટી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કૉલેજ ખાતે યોજાશે , જેમાં સંગીત , નૃત્ય , નાટ્ય , સાહિત્ય તથા ચિત્રકલા ને લગતી વિવિધ 26 જેટલી સ્પર્ધાઓ માં 1250 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે .કુલપતિશ્રી ડૉ .મોહન પટેલ ના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ ને સફળ બનાવવા કુલસચિવ ડૉ .અનિલ ગોર , શ્રી મુક્તજીવન સ્વામિબાપા મહિલા કૉલેજના ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈ વરસાણી , યુથ ફેસ્ટીવલ કોઓર્ડીનેટર પ્રો . ડૉ.આર .વી બસીયા , આસી .કોઓર્ડીનેટર શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કૉલેજના પ્રિન્સીપાલ ડૉ.હિનાબેન ગંગર તથા આસી .કોઓર્ડીનેટર વિધિબેન ગોર જહેમત ઉઠાવી રહ્યા છે .