NRI મેરેજ અવેરનેસ સેમિનાર
December 27, 2024 2024-12-27 3:00NRI મેરેજ અવેરનેસ સેમિનાર
તા. 20/12/24 ના રોજ GSNRGF, ગાંધીનગર અને NRJ સેન્ટર, આણંદ ના સંયુક્ત ઉપક્રમે કે.એસ. કે.વી. કચ્છ યુનિવર્સિટી તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ સાથે મળીને NRI મેરેજ અવેરનેસ સેમિનાર યોજાયો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ.મોહનભાઈ પટેલ સાથે S.P.E.T.ના અધ્યક્ષ શ્રી અન્વેશભાઇ પટેલ, સેક્રેટરી શ્રી રમેશભાઈ પટેલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માનનીય કીર્તિભાઈ વરસાણી,ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી હિનાબેન ઠક્કર, કોલેજના આચાર્યા ડો. હિનાબેન ગંગર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. મહેમાનોનું શાલ ઓઢાડી અને પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ માલાભાઈ ભરવાડે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું.
ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ હીનાબેન ઠક્કરે વિદ્યાર્થીનીઓને NRI સાથે લગ્ન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વિગતે જણાવ્યું હતું.
ડો.મોહનભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીનીઓને આ બાબતે સજાગ રહેવા જણાવ્યું હતું.કોલેજના માનનીય ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણીએ અનુરોધ કર્યો હતો કે આવા જાગૃતિ સેમિનાર કોલેજની દીકરીઓને જીવનમાં ખૂબ ઉપયોગી થશે. આવા સેમિનાર દર વર્ષે યોજીને જે નવી વિદ્યાર્થીનીઓ આવે તેને માહિતગાર કરવાની વાત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંકલન કનિષ્કભાઈ શાહ તેમજ શીતલબેન બાટીએ કર્યું. કાર્યક્રમનું સંચાલન પ્રદીપભાઈ પટેલે કર્યું હતું સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા માલાભાઈ ભરવાડે સંભાળી હતી.

