સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન, ભુજ
March 20, 2025 2025-03-20 7:05સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન, ભુજ
નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ તા.17 અને 18 માર્ચ 2025 ના શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં ‘સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન, ભુજ’ દ્વારા વિદ્યાર્થીનીઓને નાગરિક સંરક્ષણ વિશે જાણકારી તેમજ તાલીમ આપવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના આચાર્યાશ્રી ડૉ.હિનાબેન ગંગરે મહેમાનોના શાબ્દિક સ્વાગત થી કરી હતી. ત્યારબાદ મણિનગર ગાદી સંસ્થાન ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કિર્તીભાઈ વરસાણીએ આ પ્રસંગે પ્રાથમિક સારવાર ની તાલીમ કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકે છે એના વિશે સમજાવ્યું હતું.
‘સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન’ ના ચીફ વૉર્ડન શ્રી ચિરાગભાઈ ભટ્ટે નાગરિક સંરક્ષણ શું છે અને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ સમયે તે શું કામ કરે છે તે વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તે સાથે રેડ ક્રોસ સોસાયટીના મીરાંબેન સાવલિયાએ પ્રાથમિક સારવાર તેમજ સીપીઆર ના ડેમો સાથે સમજૂતી આપી હતી.
આ સાથે શી ટીમના શીતલબેને વિદ્યાર્થીનીઓને ટ્રાફિક નિયમો તેમજ સાઇબર ક્રાઈમ વિશે જાગૃત કર્યા હતા અને ‘અભયમ્’ ટીમના કાઉન્સિલર ઉજાલા બેહેને અને કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ગેહલોતે 181ની કામગીરી વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમમાં બીજા દિવસે એડિશનલ કલેકટર શ્રી ડી.કે.પંડ્યા સાહેબ પણ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓને નાગરિક સંરક્ષણ તાલીમની જરૂરિયાત જણાવીને કહ્યું હતું કે જો તમારી પાસે આના વિશેની માહિતી હોય તો કોઈ મોટી દુર્ઘટના થતી અટકાવી શકો છો.
ફાઈટર ટીમ ના ફાયરમેન કમલેશભાઈ મતીયાએ વિદ્યાર્થીનીઓને ફાયર સેફટી માટે ઊંડાણથી માહિતી આપી હતી તે સાથે પ્રેક્ટીકલ ડેમો આપ્યો હતો જેના દ્વારા આગના જે બનાવો બને તેને કેવી રીતે ટાળી શકાય તેમજ બને તેટલું જાનમાલનું નુકસાન ઓછું કરી શકાય તે વિશે સમજાવ્યું હતું. તેમની સાથે યશપાલ સિંહ વાઘેલા તેમજ રફિકભાઈ રહ્યા હતા.
108 ની ટીમ ના પરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ માલી અને જેસંગજી સોઢાએ વિદ્યાર્થીનીઓને 108 ની કામગીરી વિશે ઊંડાણથી સમજૂતી આપી હતી.
આ ચાર મોડ્યુલ માં તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓ ની પરીક્ષા લઈને તેના આધારે ગ્રેડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને કૉલેજના આચાર્યાશ્રી હિનાબેન ગંગરે શ્રી ડી.એસ.જાડેજા સાહેબ અને શ્રી કે.સી. ધાંધલ્યા સાહેબ સાથે રહીને સફળ બનાવ્યો હતો. આભાર વિધિ શ્રૃતિબેન આશરે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ગાયત્રીબેન શાહે કર્યું હતું.







