શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજમાં હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન
February 13, 2024 2024-02-13 6:13શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજમાં હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન
શ્રી મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ ,કૉમેર્સ એન્ડ બીસીએ કોલેજમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઇ વરસlણી તથા કોલેજના પ્રિન્સિપાલ ડો હિનાબેન ગંગરના માર્ગદર્શન થી હેલ્થ અવેરનેસ્સ સેશન નું આયોજન તારીખ ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ હતું. આ હેલ્થ અવેરનેસ્સ સેશન માં ડો નિનાદ ગોર (ડાયાબિટોલોજિસ્ટ), સિમ્મી કંસારા (ન્યુટ્રિશનિસ્ટ), ડો જગદીશ હાલાઇ (કાર્ડીઓલોજીસ્ટ & ડાયાબિટોલોજિસ્ટ)પધાર્યા હતા.આ સેશન માં ડો નિનાદએ ડાયાબિટીસ અને મેટાબોલિક હેલ્થ વિશે વિશેષ વાત કરી હતી. ડો હાલાઇ એ વિદ્યાર્થીઓને સ્વસ્થ શરીર ની સાચી વ્યાખ્યા આપી અને સિમ્મીબેન એ નિરોગી જીવન માટે ઉપયોગી ડાયટ અનુલક્ષીને માર્ગદર્શન આપેલું.કાર્યક્રમ નું સંચાલન અધ્યાપક ઝરણાબેન પંડ્યા એ કર્યું હતું. સેશન ના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોતરી કરી અને સંતોષપૂર્વક જવાબ મેળ્વ્યા હતા.આભારવિધિ કોલેજના અધ્યાપક વૈશાલીબેન જેઠીએ કરી હતી.