Commerce Department Seminar
August 31, 2024 2024-08-31 4:11Commerce Department Seminar
તા.૧૩/૦૭/૨૦૨૪, શનિવાર ના રોજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ, કોમર્સ અને બી.સી.એ કોલેજ દ્વારા કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમમાં સ્ટેટ ટેકસ ઓફિસર શ્રીમતિ હેમાલીબેન ગઢવી અધ્યક્ષ સ્થાને હાજર રહયા હતા.તેમણે વિદ્યાર્થિનીઓને પ્રરણા સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમના વકતા સી.એ કપિલ ઠકકર સાહેબએ વિદ્યાર્થિનીઓને જી.એસ.ટી, ઈનકમ ટેકસ વગેરેની માહિતી આપી હતી. શૈલેષ વસા સાહેબ કે જેઓ એસ.બી.આઈ બેન્ક માં એકાઉન્ટ ઓફિસર રહી ચૂકયા છે. તેમણે કોમર્સમાં સરકારી નોકરી મેળવવા કઈ રીતે પ્રયત્ન કરાય તે અંગે વાતચીત કરી હતી.કાર્યક્રમના અન્ય વકતા પૂજનભાઈ જાનીએ શેર બજાર વિશે સામાન્ય જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંકલન એમ.આઈ.બાયડએ કર્યું હતું. કોલેજનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંર્તિભાઈ વરસાણીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કોલેજનાં પ્રાધ્યાપક બહેનોએ વ્યવસ્થા સંભાળી હતી.કાર્યક્રમનું સંચાલન પ્રા.ઝરણાબેન પંડયાએ કર્યું હતું.








